clebration of national song - vande mataram

07 November, 2025

સન ૧૮૭૫ દરમિયાન સમગ્ર ભારત માં સ્વતંત્રતા ચળવળની પૃષ્ઠભૂમિમાં “વંદે માતરમ” રાષ્ટ્રગીતના માધ્યમથી રાષ્ટ્રીય ચેતના અને માતૃભૂમિ પ્રત્યે ગૌરવની ભાવના ફેલાઈ હતી. આ રાષ્ટ્રગીત ભારતીય સ્વતંત્રતા આંદોલનના પ્રેરણાસ્ત્રોત રૂપે કાર્યરત રહ્યું હતું. આજથી ૧૫૦ વર્ષ પૂર્વે પ્રગટ થયેલ આ પાવન ગીતની ૧૫૦મી વર્ષગાંઠના અવસર પર વિશ્વકર્મા સરકારી ઈજનેરી કોલેજ, ચાંદખેડા ખાતે "રાષ્ટ્રગીત વંદે માતરમ"ના સામૂહિક ગાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલશ્રીની આગેવાની હેઠળ તમામ વિભાગોના પ્રોફેસરશ્રી, સ્ટાફ સભ્યો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સવારે ૯:૩૦ વાગ્યે સમગ્ર સંસ્થામાં એકતાની ભાવના સાથે તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ પોતાના પોતાના વિભાગમાં એકત્રિત થઈ રાષ્ટ્રગીત “વંદે માતરમ”નું સામૂહિક ગાન કર્યું હતું.

રાષ્ટ્રપ્રેમ અને એકતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવા માટે કાર્યક્રમ અંતે તમામ હાજર લોકોએ “સ્વદેશી શપથ” લીધી હતી. કાર્યક્રમ દરમિયાન શિક્ષકગણ, અધિકારીઓ તથા વિદ્યાર્થીઓએ ઉમંગભેર ભાગ લીધો. કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક અને શિસ્તપૂર્ણ રીતે પૂર્ણ થયું.

ભાગ લેનારની સંખ્યા:
ફેકલ્ટી સભ્યો:    ૧૫૭
વિદ્યાર્થીઓ:         ૬૪૯
કુલ ભાગલેનાર:  ૮૦૬

કાર્યક્રમની આયોજન સમિતિ તથા NSS એકમના સહયોગથી સમગ્ર કાર્યક્રમ સુચારુ રીતે સંપન્ન થયો હતો. આ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રગીત પ્રત્યેની આદરભાવના તેમજ સ્વાભિમાનની ભાવના વધુ પ્રગટ થઈ હતી.

Glimpses